Skip to content
Sarkari Yojana Gujarat
  • Home
  • Contact Us
  • Sarkari Yojana WhatsApp Alert Service
  • Cyber Cafe Near Me
  • Web Stories

Gujarat Farmer Registry – Agri Stack : ગુજરાત ખેડૂત રજીસ્ટ્રેશન 2024 સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવો.

November 28, 2024 by Chitra Patel

         ભારત ખેતી પ્રધાનદેશ છે. આપણા કૃષિપ્રધાન દેશમાં સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. વર્તમાન કેન્‍દ્ર સરકાર દ્વારા ઘણી બધી ખેડૂતો માટેની યોજનાઓ બનાવેલ છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બહાર પાડેલી છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની સહાય આપવામાં આવે છે. આ સહાય ખેડૂતોના ખાતામાં DBT (Direct Benefit Transfer) દ્વારા ચૂકવવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો Gujarat Farmer Registry કરાવવું પડશે.

Gujarat Farmer Registry – Agri Stack

Table of Contents

Toggle
  • Gujarat Farmer Registry – Agri Stack
    • Important Point
    • Gujarat Khedut Registry Portal | એગ્રિસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ
    • How to Self-Registration Farmer Registry Steps  by Steps  | ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર જાતે રજીસ્ટ્રેશન કરવા માટે શું કરવું?
    • Create a New Password

Gujarat Khedut Registry ખેડૂતો માટેનું રજીસ્ટ્રેશન છે. આ રજીસ્ટ્રેશન ખેડૂતોઓએ ફરજિયાત કરાવવાનું રહેશે. આ ડિજિટલ ફાર્મર કાર્ડ ઓનલાઈન કરાવવાનું રહેશે. આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે. આ રજિસ્ટ્રેશન ન કરાવનારને આગમી સહાય મળશે નહિં. ખેડૂતો PM Kisan Yojana 19th Instalment નો હપ્તો મેળવવા માટે Gujarat Farmer Registry કરવાનું રહેશે.

Important Point

આર્ટિકલનું નામGujarat Farmer Registry – Agri Stack : ગુજરાત ખેડૂત રજીસ્ટ્રેશન 2024
આ રજીસ્ટ્રેશન કોણે કરવાનું રહેશે?ખેડૂતોને
હેતુખેડૂતોને ડીજિટલ ડેટા પરથી સરળતાથી સહાય ચૂકવવાની રહેશે.
ઓફિશિયલ વેબસાઈટhttps://gjfr.agristack.gov.in/  

Gujarat Khedut Registry Portal | એગ્રિસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ

સરકારશ્રી દ્વારા PM Kisan Yojana બહાર પાડેલ છે. આ યોજના અંતર્ગત વાર્ષિક કુલ 6000/- ની સહાય મળશે. આ સહાય ત્રણ વખત 2000 નો હપ્તો મળે છે. પરંતુ તેના માટે એગ્રિસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી હેઠળ પીએમ કિસાનના લાભાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.


Read More: AnyRoR Gujarat : 7 12 Utara | 7/12 ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો.


How to Self-Registration Farmer Registry Steps  by Steps  | ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર જાતે રજીસ્ટ્રેશન કરવા માટે શું કરવું?

ખેડૂતોઓએ ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર https://gjfr.agristack.gov.in/ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું હોય તેની તમામ માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google માં “gjfr agristack” સર્ચ કરવાનું રહેશે.
  • ત્યારબાદ તેમાં Create Account પર ક્લિક કરવાનું રહેશે.
  • સૌપ્રથમ ખેડૂતે પોતાનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે.
  • ત્યારબાદ ખેડૂતને તેમના આધારકાર્ડથી લિંક મોબાઈલ નંબરમાં OTP આવશે. તે દાખલ કરવો.
  • આધારના વેરિફિકેશન પછી ખેડૂતે પોતાનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
  • આધાર પર તે નંબર પર OTP આવશે તે દાખલ કરવો.
How to Self-Registration Farmer Registry Steps  by Steps

Create a New Password

  • આ રજીસ્ટ્રેશન માટે નવો પાસવર્ડ સેટ કરવાનો રહેશે.
  • ત્યારબાદ ખેડૂતના મોબાઈલ નંબર અને નવીન સેટ કરેલા પાસવર્ડથી Login કરવાનું રહેશે.
  • Login થતાં ખેડૂતે પોતાની સ્થાનિક ભાષામાં વેરીફાય કરવાની રહેશે.
  • આધારકાર્ડ પ્રમાણે ખેડૂત પોતાનું સરનામું દેખાશે, જેને ખરાઈ કરવાનું રહેશે.
  • ઓનલાઈન બતાવેલ Land Ownership ડ્રોપ ડાઉનમાંથી ઓપરેટરે Owner પસંદ કરવાનું રહેશે.
  • Occupation Details માં આપેલ બંને ચેક બોક્ષને સિલેકટ કરવાના રહેશે.
  • Fetch Land Details પર ક્લિક કરવું.
  • ખેડૂતે પોતાની જમીનનો સર્વે નંબર એન્‍ટર કરો.
  • હવે તમે ડ્રોપડાઉન માંથી ખેડૂતનું નામ પસંદ કરો.
  • જમીનના સર્વે નંબરની સામે આપેલ ચેક બોક્ષને સિલેકટ કરી સબમિટ પર ક્લિક કરતાં તે નંબર Fetch થઈ જશે.
  • તમારી જમીનની જે વિગત Fetch થયેલ સર્વે નંબરનો Name Match Score ચેક કરવાનો રહેશે.
  • તમારા ગામના સર્વે નંબર દાખલ કરો, ત્યારબાદ Verify All Land પર ક્લિક કરવું.
  • હવે તમે આપેલા Save બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ Proceed To E-Sign Button પર ક્લિક કરો.
  • ત્યારબાદ આધારના C-DAC પેજ પર લઈ જશે ત્યાં ખેડૂતનો આધાર નંબર દાખલ કરવો.
  • આધાર સાથે લિન્ક થયેલ નંબર OTP આવશે તે અહી દાખલ કરવો.
  • ત્યારબાદ submit પર ક્લિક કરવું.
  • છેલ્લે, ફાર્મરી રજીસ્ટ્રેશન પૂરું થયા બાદ એક એનરોલમેન્ટ નંબર દેખાશે. જેને Save કરવાનો રહેશે.
Categories PM Kisan Tags Agri Stack login, Agristack Farmer Registry Gujarat, Agristack Gujarat login, Farmer Registry Gujarat, Gujarat farmer registry agri stack app, Gujarat farmer registry agri stack apply online, Gujarat farmer registry agri stack login, Gujarat farmer registry agri stack pdf
Vahli Dikri Yojana Documents Gujarati : વ્હાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ વિશે તમામ જાણકારી મેળવો.
Delete Photo Recovery App: તમારા ડીલીટ થયેલા મહત્વના ફોટો માત્ર 1 જ મિનિટમાં પાછા મેળવો.
Sarkari Yojana Gujarat on Google News, Please Follow Us
© sarkariyojanaguj.com
Join WhatsApp Group.
pixel