
OnePlus Bullets Wireless Z3 Neckband
- 🔊 12.4mm Dynamic Drivers
- 🎧 3D Spatial Audio
- ⚡ 10 min Charge = 27 hrs Playback
- 🗣️ AI Call Noise Cancellation
- 🎚️ 4 EQ Presets + Dynamic Bass
- 📶 Bluetooth 5.4
ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રના નાગરિકોને માર્ગ સમસ્યાઓમાં સહભાગી બનાવવા માટે એક નવી પહેલ તરીકે GujMARG: Public Grievances App શરૂ કરવામાં આવી છે. આ Gujarat Marg Application નાગરિકોને ખાડા, તૂટી ગયેલ પુલ, રેલિંગ અને સ્ટ્રક્ચર જેવી સમસ્યાઓની જાણ કરવા માટે ઉપયોગી છે.
GujMARG App
રાજ્ય સરકાર દ્વારા તૂટેલા રસ્તાઓ, માર્ગોના સમારકામ માટે તાત્કાલિક નિર્ણય લેવા તે માટે આ એપ્લિકેશન ચાલુ કરવામાં આવી છે. તો ચાલો મિત્રો GujMARG App વિશે માહિતી મેળવીએ. અને તમારી આસપાસ, તમારા શહેરોમાં તૂટેલા રોડ, રસ્તાઓ માટે ઓનલાઈન ફરિયાદ કરીને તાત્કાલિક નિરાકરણ લાવીએ.
Highlight Table: GujMarg – GujMARG: Public Grievances App
વિગતો | માહિતી |
લેખનું નામ | GujMARG – Public Grievances App |
હેતુ | નાગરિકો દ્વારા માર્ગ સંબંધિત ફરિયાદો નોંધાવવી |
મુખ્ય સંદેશ | રસ્તાઓ માટે જનભાગીદારીથી સલામતી અને જાળવણી |
અધિકારી વિભાગ | Road and Building Department, Gujarat |
ઓફિશિયલ વેબસાઇટ | https://gujroadinfra.com |
શું લાભ થાય છે? | તાત્કાલિક કાર્યવાહી, રસ્તાઓ વધુ સુરક્ષિત |
કેટલો લાભ મળે છે? | નાગરિકો પાસે જવાબદારી, અકસ્માતમાં ઘટાડો |
Read More: મેડિકલ ઓફિસર માટે અગત્યની ભરતીના સમાચાર
Guj-MARG એપ્લિકેશન શું છે?
GujMarg Public Grievances App) એ Road and Building Department દ્વારા વિકસાવાયેલ ગુજરાત સરકારની એપ છે. આ એપ gujarat marg application તરીકે ઓળખાય છે, જે નાગરિકોને રસ્તાની સમસ્યાઓ માટે તાત્કાલિક ફરિયાદ કરવાની સુવિધા આપે છે.
આ એપ્લિકેશનના હેતુઓ
- નાગરિકોને આંખ અને કાન બનાવીને માર્ગ સલામતી વધારવી
- સમસ્યાઓનો ફોટો સાથે અવલોકન કરી સરકાર સુધી પહોંચાડવી
- નાગરિકો દ્વારા જનભાગીદારી દ્વારા કાર્યવાહી ત્વરિત બનાવવી
Guj-MARG દ્વારા કઈ સમસ્યાઓ માટે ફરિયાદ કરી શકાય?
1. ક્ષતિગ્રસ્ત પુલ (Bridge Damaged)
2. તૂટી ગયેલ પેરાપેટ (Parapet Damaged)

3. ખાડાવાળો માર્ગ (Potholes)
4. તૂટી ગયેલ રેલિંગ (Railing Damaged)
5. પાણી ભરાયેલો રોડ (Road Overtopped)
6. રંગ વગરના સ્પીડ બ્રેકર (Bump Not Painted)
7. રસ્તા પર વૃક્ષ પડી ગયેલું (Fallen Tree)
8. ભંગાણવાળો રોડ (Breach on Road)
આ એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ અને વાપરવી?
- GujMarg એપ Google Play Store અને Apple App Store પરથી ડાઉનલોડ કરો
- મોબાઈલ નંબર અને ઈમેલથી નોંધણી કરો
- ફરિયાદનો પ્રકાર પસંદ કરો
- ફોટો અપલોડ કરો અને માહિતી લખો
- સ્ટેટસ તપાસો: In Progress, Completed, Rejected
આ એપ્લિકેશનના ફાયદાઓ
- ઝડપી પ્રશ્નોનું સમાધાન
- પારદર્શિતા અને જવાબદારી વધે
- માર્ગ સલામતીમાં સુધારો
- નાગરિકોની સક્રિય ભૂમિકા
- કાર્યક્ષમ ટ્રાફિક વ્યવસ્થાપન માટે સહયોગ

Important Links
લિંકનું નામ | લિંક URL |
GujMarg App(Google Play Store) | અહીં ક્લિક કરો |
ગુજ માર્ગની ઓફિશિયલ વેબસાઇટ | gujroadinfra.com |
માર્ગ અને મકાન વિભાગ | rnbgujarat.org |
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
Q1. GujMarg શું છે?
આ એપ્લિકેશન એ Road and Building Department દ્વારા શરૂ કરાયેલ Public Grievances App છે, જે માર્ગ સમસ્યાઓ માટે છે.
Q2. આ એપ્લિકેશન ક્યાંથી મળશે?
Google Play Store અને Apple App Store પર ઉપલબ્ધ છે.
Q3. ફરિયાદનો સ્ટેટસ ચેક કરી શકાય છે?
હા, તમે તમારી ફરિયાદ In Progress, Completed કે Rejected છે તે જોઈ શકો.
Q4. Guj-MARG એપ્લિકેશન ગુજરાતી ભાષામાં છે?
હા, GujMarg એપ્લિકેશન ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં ઉપલબ્ધ છે.
Q5. આ એપનો ઉપયોગ મફતમાં કરી શકાય છે?
હા, GujMarg એપ્લિકેશન સંપૂર્ણપણે મફત છે.