
OnePlus Bullets Wireless Z3 Neckband
- 🔊 12.4mm Dynamic Drivers
- 🎧 3D Spatial Audio
- ⚡ 10 min Charge = 27 hrs Playback
- 🗣️ AI Call Noise Cancellation
- 🎚️ 4 EQ Presets + Dynamic Bass
- 📶 Bluetooth 5.4
રાજ્યની સગર્ભા મહિલાઓને અને તેમના બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે ખૂબ જ જરૂરી છે. એટલા માટે માતાને શરૂઆતથી જ સક્ષમ બનાવવી જરૂરી છે. ભવિષ્યને સુરક્ષિત કરવા આરોગ્ય ઉમદા હોવુ જરૂરી હોય, આપણી રાજ્ય સરકાર મજબૂત ભવિષ્યનો પાયો નાંખવા આજથી જ પ્રયત્નશીલ છે. અગાઉના આર્ટીકલમાં આપણે મહિલા સ્વાવલંબન યોજના, ટેક હોમ રેશન યોજના જેવી યોજની વિગતવાર માહિતી મેળવી. આજે આપણે Mukhya Mantri Matrushakti Yojana વિષે માહિતી મેળવીશું.
Mukhya Mantri Matrushakti Yojana
રાજ્યની સગર્ભા મહિલાઓ અને બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે અને તેમના આરોગ્ય સ્તરમાં સુધારા થઈ શકે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગના આઈ.સી.ડી.એસ પ્રભાગ દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલમાં મુકેલ છે.
Highlight Point
યોજનાનું નામ | મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના |
વિભાગનું નામ | મહિલા અને બાળ વિકાસ વિભાગ |
પેટા વિભાગ/કચેરીનું નામ | આંગણવાડી |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | વિગત નીચે આપેલ છે. |
યોજના/સેવા હેઠળ મળવાપાત્ર સહાય | વિગતો નીચે આપેલ છે. |
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે? | લાગુ પડતુ નથી. |
અરજી પ્રક્રિયા | ઓફલાઈન |
Official Website | www.wcd.gov.in |
કોને સહાય મળવાપાત્ર છે?
આંગણવાડીમાં નોંધાયેલ સગર્ભા મહિલા અને જન્મથી ૨ વર્ષની ઉંમર ધરાવતા બાળકની માતાને સહાય મળવાપાત્ર છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ શું સહાય મળે છે?
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ નીચે મુજબની સહાય મળવપાત્ર છે.
- 2 કિલો ચણા દાળ
- 2 કિલો તુવેર દાળ
- 1 કિલો સિંગતેલ
ઉક્ત તમામ ચીજવસ્તુ દર માસ દરમિયાન મળશે.
જરૂરી ડોકયુમેંટ
આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોકયુમેંટ રજૂ કરવાના રહેશે.
- આધાર કાર્ડ
- ટેકો આઈ.ડી/મમતા કાર્ડ
- આંગણવાડીમાં નોંધણી ફરજીયાત.
Read More:- Sahara Refund Portal । સહારા રિફંડ માટે કોણ અરજી કરી શકે?-જાણો તમામ માહિતી.
FAQ વારંવાર પુછાતા પ્રશ્નો?
જવાબ: આપની નજીકનો આંગણવાડી સંપર્ક કરવાનો રહેશે.
જવાબ: ના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ કોઈ આવક-મર્યાદા નિર્ધારીત કરેલ નથી.
જવાબ: નીચેની કચેરીઓ અમલીકરણ કરે છે.
1. રાજ્ય કક્ષાએ: કમિશનર, મહિલા અને બાળ વિકાસની કચેરી-ગાંધીનગર
2. પ્રાદેશિક કક્ષાએ: વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરી- ઝોન મુજબ
3. જિલ્લા કક્ષાએ: પ્રોગ્રામ ઓફીસરની કચેરી- જિલ્લા પંચાયત, તમામ જિલ્લા
4. તાલુકા કક્ષાએ:- બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી
જવાબ: આપના નજીકના આંગણવાડી કેન્દ્ર ખાતે અરજી કરવાની રહેશે.