Short Briefing :કેવી રીતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 માટે ઓનલાઇન અરજી કરવી? । How to Online Apply Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 | e-Samaj Kalyan Portal Scheme
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે કોચિંગ સહાય યોજના, નવો વ્યવસાય કે ધંધો કરવા માટે માનવ ગરિમા યોજના ઓનલાઈન ચાલે છે. દીકરીઓ માટે કુંવરબાઈનું મામેરુ યોજના તથા વિદેશ અભ્યાસ કરવા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને “વિદેશ અભ્યાસ લોન યોજના” હેઠળ લાભ આપવામાં આવે છે. પરંતુ આજે આપણે જે લોકો પાસે ઘર નથી, કે ઝુંપડાઓમાં રહે છે, તેમને પાકું મકાન મળી રહે તે માટે ચાલતી યોજના વિશે વાત કરીશું. આજે પાણે નિયામક વિકસતી જાતિ કલ્યાણ દ્વારા ચાલતી “પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023” વિશે વિગતવાર માહિતી મેળવીશું.
Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023
ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઘણી બધી યોજનાઓ ચાલે છે. જેમાં આર્થિક રીતે નબળા અને પછાત વર્ગો માટે Director Developing Castes Welfare દ્વારા પણ અલગ-અલગ યોજના ઓનલાઈન e-Samaj Kalyan Portal પર ચાલે છે. જેમાં ઘરવિહોણા કે ઝૂંપડામાં રહેતા લોકો માટે Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 બહાર પાડવામાં આવેલ છે. આ યોજનાના ઓનલાઈન ફોર્મ ક્યાં ભરવા, કેવી રીતે અરજી, તેના માટે શું-શું પાત્રતા કરેલી છે, તેના ક્યાં-ક્યાં ડૉક્યુમેન્ટ જોઈએ તે તમામ માહિતી આ આર્ટિકલ દ્વારા મેળવીશું.
યોજનાનોઉદ્દેશ્ય
નિયામક વિકસતી જાતિ કલ્યાણ વિભાગ હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ(EWS), વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા લોકોને ઘર બનાવવામાં મદદરૂપ ઉદેશ્ય છે. આ યોજના હેઠળ ઘર વિહોણા,ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને Awas Yojana નો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે.
Key Points Of Pandit Din Dayal Aavas Yojana
યોજના
પંડિતદીનદયાળઉપાધ્યાયઆવાસયોજના 2023
આર્ટિકલની ભાષા
ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશ
ઓ.બી.સી અને વિચરતી વિમુકત જ્ઞાતિના લાભાર્થીઓને ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને આવાસ પૂરું પાડવું.
લાભાર્થી
ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC) અને વિચરતી વિમુકત જ્ઞાતિઓના પાત્રતા નાગરિકોને
મળવાપાત્ર લોન
આ યોજના હેઠળ કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે.
Govt.Official Website
Department of Social Justice & Empowerment’s Website
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માટે જરૂરી દસ્તાવેજો
પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક ડોક્યુમેટ હોવા જોઈએ. અરજદારો દ્વારા આ ડોક્યુમેન્ટ ઓનલાઈન અરજી વખતે અપલોડ કરવાના રહેશે. જેની યાદી નીચે મુજબ છે.
લાભાર્થીનો તાજેતરનો પાસપોસ સાઈઝનો ફોટો
અરજદારની જાતિનો દાખલો
આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.પરંતુ જો શિક્ષિત હોય તો લીવીંગ સર્ટીફીકેટ (L.C) રજૂ કરવાનું% રહેશે.
આવકનો દાખલો
રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળીનું બિલ/ લાઈસન્સ/ ભાડાકરાર/ ચૂંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક રજૂ કરવાનું રહેશે.)
કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
જમીન માલિકીનું આધાર કે ડોક્યુમેન્ટ
ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે મકાન સહાય મંજુર કરવા માટે આપવાનું પ્રમાણપત્ર
મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
BPL નો દાખલો (હોય તો)
પતિના મરણનો દાખલો (જો વિધવા હોય તો)
જો લાભાર્થી વિધવા હોય તો “વિધવા અંગેનું પ્રમાણપત્ર”
જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
બેંક ખાતાની પાસબુક / કેન્સલ ચેક
મળવાપાત્ર લાભ અથવા સહાયની રકમ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ નિયામક વિચરતિ વિમુકત વિભાગ કાર્યરત છે. જે વિભાગ દ્વારા પંડિતદીનદયાળઉપાધ્યાયઆવાસયોજનાનોલાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે.
How to Online Apply Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023
SJE Gujarat દ્વારા e-Samaj Kalyan Portal બનાવવામાં આવેલ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે Online Apply કરવાનું થાય છે. આ મકાન સહાયનો લાભ મેળવવા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.