મહિલા અને બાળ વિકાસ વિભાગા દ્વારા વ્હાલી દીકરી યોજના ચલાવવામાં આવે છે. આ યોજનામાં દીકરીના જન્મદરને વધારવા માટે વિવિધ તબક્કાઓમાં 1,10,000/- સહાય કરવામાં આવે છે. આ યોજના હેઠળ હવે નવું ઑનલાઇન પોર્ટલ અમલમાં મૂકવામાં આવે છે. જેનું નામ છે “e Mahila Kalyan Portal” . આ ઈ-મહિલા કલ્યાણ પોર્ટલ પર વ્હાલી દીકરી યોજનાની ઓનલાઇન કોઈપણ નાગરિક પોતાની પાત્રતા ધરાવતી દીકરીની ઓનલાઇન અરજી ઘરેથી જ કરી શકશે. તો ચાલો આ નવીન પોર્ટલ વિશે વિગતવાર માહિતી મેળવીએ.
e-Mahila Kalyan Portal | ઈ-મહિલા કલ્યાણ પોર્ટલ વિશે
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં વ્હાલી દીકરી યોજનામાં અગાઉ Digital Gujarat Portal પર ઓનલાઇન અરજીઓ લાભાર્થીઓ કરતા હતા. જેમાં લાભાર્થીઓને ગ્રામ્ય કક્ષાએથી VCE પાસેથી, તાલુકા કક્ષાએથી મામલતદાર કચેરી ખાતે ઓનલાઇન અરજી કરવા માટે જવાનું રહેતું હતું. જેને ધ્યાને રાખીને નાગરિકો ડિજિટલ સેવાઓનો સરળતાથી લાભ લઈ શકે તેવા ઉમદા હેતુથી આ નવીન પોર્ટલ અમલી કરેલ છે.
ઈ -મહિલા કલ્યાણ પોર્ટલ દ્વારા હવે રાજ્યના છેવાડાના નાગરિક પણ પોતાના ઘરના કોમ્પ્યુટર કે લેપટોપના માધ્યમથી પોતાના ઘરે જન્મ લેનાર પાત્રતા ધરાવતી દીકરી માટે Vahali Dikari Yojana Online Application કરી શકશે. કોઈપણ નાગરિક પોતાનું યુઝર રજિસ્ટ્રેશન કરીને આ યોજનાની ઓનલાઇન અરજી જાતે જ કરી શકશે.

Highlight Point of Vahali Dikari Yojana 2025
| યોજનાનું નામ | વ્હાલી દીકરી યોજના 2025 |
| આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
| યોજના હેઠળ કેવી રીતે અરજી કરી શકાશે? | રાજ્યના નાગરિકો ઓનલાઈન emahilakalyan.gujarat.gov.in પરથી ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકશે. |
| યોજનાનો હેતુ | આ દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધારો કરવો, દીકરીઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તથા બાળ લગ્નો અટકે તે મુખ્ય હેતુ છે. |
| કોણે લાભ મળે? | ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ |
| મળવાપાત્ર સહાય | દીકરીને કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય મળવાપાત્ર થાય |
| અરજી ક્યાં કરવી? | હવેથી લાભાર્થીઓ પોતાના ઘરે કોમ્પ્યુટર કે લેપટોપના માધ્યમથી આ URL emahilakalyan.gujarat.gov.in પરથી જાતે જ ઓનલાઈન અરજી કરી શકશે. |
E Mahila Kalyan Gujarat પર લોગીન અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
ગુજરાત રાજ્યના નાગરિકોએ આ ઈ-મહિલા કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? આ પોર્ટલ પર Online Application કરવા માટે કેવી રીતે યુઝર આઈ.ડી બનાવવી તેના વિશે આપણે નવા જ આર્ટિકલમાં અલગથી ઉંડાણપૂર્વક માહિતી મેળવીશું. આ પોર્ટલ પર ઓનલાઈન અરજી USER MANUAL VAHALI DIKRI YOJANA જે નીચે મુજબ છે.