WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Kuvarbai nu Mameru Yojana - Online Apply | કુંવરબાઈનું મામેરું યોજના 2022

Kuvarbai nu Mameru Yojana – Online Apply | કુંવરબાઈનું મામેરું યોજના 2022

Kuvarbai nu mameru yojana 2022 Online Apply | e Samaj kalyan Yojana | Kuvarbai nu mameru yojana documents list in gujarati | કુંવરબાઈનું મામેરું યોજના pdf | Social Justice & Empowerment Department –SJED

ગુજરાત સરકાર દ્વારા અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. જેમાં માનવ ગરિમા યોજના, ડૉ.આંબેડકર આવાસ યોજના, વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન. કુંવરબાઈનું મામેરું યોજના વગેરે 35 થી વધુ યોજનાઓ e samaj kalyan વેબસાઈટના માધ્યમ ચાલે છે. Social Justice & Empowerment Department –SJED દ્વારા ચાલતી યોજનાઓ ઓનલાઈન અને પેપરલેસ છે.

Gujarat Kuvarbai nu Mameru Yojana

ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે અને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ માટે “કુંવરબાઈનું મામેરું યોજના” ઘણા સમયથી ચાલી રહી છે. Kuvarbai nu mameru yojna માં લગ્ન કરેલી દીકરીઓને DBT દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. આ યોજના અનુસુચિત જાતિના વર્ગની કન્યાઓને, સમાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ,આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન લીધા લાભ આપવામાં આવે છે. આ યોજનામાં સહાય DBT દ્વારા સીધા બેંક એકાઉન્‍ટમાં 12000/- (બાર હજાર ) રૂપિયા જમા કરવામાં આવે છે.

તમારી વિષયવસ્તુ પંસદ કરો.

    કુંવરબાઈનું મામેરું યોજનાના નિયમો

    કુંવરબાઇ નું મામેરું યોજના માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

    • ગુજરાત રાજ્યના મૂળ વતની હોય અને આર્થિક રીતે નબળા પરિવારોને મળવાપાત્ર છે.
    • પરિવારમાં 2 (બે) પુખ્તવયની કન્યાના લગ્ન માટે Kuverbai nu mameru yoajna નો લાભ મળશે.
    • લાભાર્થીના પુન:લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ સહાય મળશે નહી.
    • લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
    • લગ્નના 2 વર્ષની સમયમર્યાદામાં kuvarbai nu mameru form online apply કરવાનું રહેશે.
    • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત કાર્યક્ર્મમાં કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય.
    • સમાજના તથા અન્ય સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને “સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરૂ યોજના”ની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

    Important Point Of Kuvarbai Nu Mameru Yojana Online Apply

    યોજનાનું નામGujarat Kuvarbai nu Mameru Yojana 2022
    ભાષાગુજરાતી અને English
    ઉદ્દેશરાજ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓને
    લગ્ન બાદ નાણાંકીય આપવામાં આવે છે.
    લાભાર્થીગુજરાત દીકરીઓને
    સહાયની રકમ-1તારીખ-01/04/2021 પહેલાં લગ્ન
    કરેલા હોય તો તેવી કન્યાઓને 10,000 રૂપિયા સહાય
    સહાયની રકમ-2ગુજરાતની કન્યાઓએ તારીખ-01/04/2021 પછી
    લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને 12,000 રૂપિયા સહાય
    માન્ય વેબસાઈટhttps://esamajkalyan.gujarat.gov.in/
    અરજી કેવી રીતે કરવીClick કરો.
    Important Point Of Kuvarbai Nu Mameru Yojana Online Apply
    kuvarbai nu mameru yojana online apply | Kunwar Bai Nu Mameru Yojna - SJED
    Kunwar Bai Nu Mameru Yojna – SJED

    તાજેતરમાં બાહર પાડેલ આંગણવાડી ભરતીનું Status જોવા આ વેબસાઈટ સેવ કરી રાખો.

    Kuvarbainu Mameru Yojana Income Limit

    સામાજિક ન્યાત અને અધિકારિતા વિભાગ દ્વારા કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000/- અને શહેરી વિસ્તારમાં 1,50,000/- નક્કી થયેલ છે.

    Join Ourt Telegram Channel
    Sarkari Yojana Gujarat Telegram Channel

    Kuvarbainu Mameru Yojna Benefit

    ગુજરાત રાજ્યની આર્થિક રીતે નબળા પરિવારની કન્યા લગ્ન કરે તો ગુજરાત સરકાર દ્વારા કન્યાના બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે 10,000/- (દસ હજાર રૂપિયા) સહાય ચૂકવવામાં આવતા હતા. જેમાં સુધારો કરેલ છે.

    • તા-01/04/2021 પછી લગ્ન કરેલ હોય તો તેવા દંપતીને kuvarbai mameru yojana હેઠળ 12,000/- (બાર હજાર) રૂપિયા મળશે.
    • તા-01/04/2021 પહેલાં લગ્ન કરેલ દંપતીઓને જૂના ઠરાવ પ્રમાણે 10,000/- (દસ હજાર) રૂપિયા મળવાપાત્ર રહેશે.
    kuvarbai mameru yojana online apply | gujarat government schemes | gujarat marriage | apply online for marriage certificate | government schemes pdf | government yojana 2021
    Image Credit-Gujarat Government Resolution

    Kuvarbai Nu Mameru Yojana Online Apply

    ગુજરાતના છેવાડાના ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારઓને સરકારી કચેરી વારંવાર ન જવું પડે તેવા હેતુથી ઓનલાઈન અરજી કરવાની સુવિધા ઉભી કરેલી છે. કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ લેવા માટે e samaj kalyan portal બનાવેલ છે. આ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે નીચે મુજબના સ્ટેપ દ્વારા જાણીશું.

    • સૌપ્રથમ Google Search Bar  માં જઈને ‘e samaj kalyan’ ટાઈપ કરવું.
    e samaj kalyan |e samaj kalyan porta|
ઈ સમાજ કલ્યાણ । government scheme online apply | 
government schemes apply online |
government yojana online apply
    Image Credit-Google Technology
    • જેમાં સમાજ કલ્યાણ વિભાગની ઓનલાઈન અરજી માટેની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પર ક્લિક કરવાની રહેશે.
    • ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર જઈને જો રજીસ્ટ્રેશન ન કરાવેલ હોય તો “New User? Please Register Here”  જઈને Register ની પ્રક્રિયા કરવાની રહેશે.
    • સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ e samaj kalyan “Citizen Login” પર ક્લિક કરીને લાભાર્થીએ પોતાનું પેજ ખોલવાનું રહેશે.
    kuvarbai nu mameru form | kuvarbai nu mameru yojana online apply | 
mameru yojana in gujarati | marriage certificate form online | online application for marriage certificate |
    Image Credit-Official Website E Samaj Kalyan (https://esamajkalyan.gujarat.gov.in/)
    • લાભાર્થી દ્વારા જે પ્રમાણે પોતાની જ્ઞાતિ રજીસ્ટ્રેશન વખતે બતાવી હશે તે મુજબ યોજનાઓ બતાવતી હશે.
    • જેમાં Kuvarbai Nu Mameru Yojana Online Form પર જઈને માંગ્યા મુજબની વિગતો ભરી ઓનલાઈન અરજી સબમીટ કરવાની રહેશે.

    Document Required for Kuvarbainu Mameru Yojana

    કુંવરબાઈનું મામરું યોજનાનો લાભ લેવા અને ફોર્મ  ભરવા માટે અલગ અલગ પ્રકારના ડૉક્યુમેન્ટ જોઇએ છે. જે નીચે મુજબ આપેલા છે.

    • કન્યાનું આધારકાર્ડ
    • કન્યાનું ચૂંટણીકાર્ડ(ઓળખપત્ર)
    • લાભાર્થી કન્યાના પિતાનું આધારકાર્ડ
    • કન્યાનો જાતિનો દાખલો
    • કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર
    • કન્યાના પિતાનો/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
    • કન્યાના રહેઠાણનો પુરાવો (લાઈસન્‍સ/ચૂંટનીકાર્ડ/રેશનકાર્ડ/વીજળીબિલ પૈકી કોઈપણ એક)
    • કન્યા બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ ( કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
    • વર-કન્યાનો સંયુક્ત ફોટો
    • વરની જન્મતારીખનો આધાર (L.C/જન્મ તારીખનો દાખલો/ અભણ હોય ત્યારે સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
    • લગ્નનોંધણી પ્રમાણપત્ર
    • કન્યાના પિતા/વાલીનું એકરારનામું
    • કન્યાના પિતાનું બાંહેધરીપત્રક
    • કન્યાના પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

    e-SamajKalyan Portal પર ઓનલાઈન અરજી કેવી રીતે કરશો.

    મહિલા સ્વાવલંબન યોજના

    Kuvarbai Nu Mameru Yojana Form Pdf

    સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આ યોજના માટે જ્ઞાતિ મુજબ Application Form બહાર પાડેલા છે. નિયામક, વિકસતી જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ તથા અન્ય પછાત વર્ગ માટે અરજી ફોર્મ બહાર પાડેલ છે. તથા નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસુચિત જાતિઓની કન્યાઓ માટે kuvarbai nu mameru form બહાર પાડેલ છે.

    ઈ-કુટીર પોર્ટલ પર કેવી રીતે રજીસ્ટ્રેશ કરાવવું તેની માહિતી મેળવો.

    સિલાઈ મશીન, બ્યુટી પાર્લર કીટ વગેરે મેળવવા માટે માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવો.

    eSamajKalyan Check Application Status

    ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર વિવિધ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે. કુંવરબાઈનું મામેરું યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો તે અરજીની શું સ્થિતિ છે. આ Application Status ઓનલાઈન દ્વારા જાણી શકાય છે. નીચેની Direct Link દ્વારા અરજીનું સ્ટેટસ જાણી શકાય છે અને તેની માહિતી માટે Video દ્વારા માહિતી મેળવી શકાય છે.

    Highlight Point of Kuvarbainu Mameru Yojana

    Official WebsiteClick Here
    Your Application StatusClick Here
    New User? Please Register Here!Apply Here
    New NGO RegistrationApply Here
    Citizen Help ManualDownload Here
    Home PageClick Here
    Highlight Point of Kuvarbainu Mameru Yojana

    FAQ’s of Gujarat  Kuvarbai Nu Mameru Yojana

    કુંવરબાઈ મામેરા યોજનાનો લાભ કોણે મળવાપાત્ર થાય છે?

    આ યોજનાનો લાભ ગુજરાતની કન્યાને લગ્ન બાદ સહાય તરીકે મળે છે.

    Kunwar Bai Nu Mameru Yojana નો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા જોઈએ?

    કુંવરબાઈ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 120,000/- અને શહેરી વિસ્તારમાં 1,50,000/- નક્કી થયેલ છે. કન્યાના પિતાની આ મુજબ આવક મર્યાદા હોય તો આ યોજનાનો લાભ મળે.

    કુંવરબાઈનું મામેરા યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે?

    કન્યાઓ તા-01/04/2021 પહેલાં દંપતીએ લગ્ન કરેલ હોય તો કન્યા લાભાર્થીને 10,000 રૂપિયા સહાય મળે અને જો કન્યા નાણાંકીય વર્ષ-2021-22 ના તારીખ-01/04/2021 પછી લગ્ન કરેલા હોય તો નવા નિયમ મુજબ 12,000 રૂપિયા સહાય કન્યાના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવે છે.

    આ યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?

    Kuvarbai Nu Mameru Yojana Online Apply કરવાનું રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે કન્યાઓ e samaj kalyan ની અધિકૃત વેબસાઈટનો ઉપયોગ કરવાનો રહેશે.

    ઇ સમાજ કલ્યાણ પોર્ટલ કઈ-કઈ જ્ઞાતિના લોકો આ યોજનાની ઓનલાઈન અરજી કરી શકે?

    e samaj kalyan portal પરથી SC, OBC, EWS વગેરે જ્ઞાતિના લોકો આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે.

    14 thoughts on “Kuvarbai nu Mameru Yojana – Online Apply | કુંવરબાઈનું મામેરું યોજના 2022”

    1. મારે માનવ ગરીમા યોજના 2021 કુવર બાઇ નુ મામેરુ એમા ફોરમ ભરવુ છૈ સીલાય મશીન અને બ્યુટી પાલર કીટ નુ

      Reply
      • બન્ને ફોર્મ ઓનલાઈન ભરવાના છે. જેની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં આ વેબસાઈટ પર આપેલી છે. એકવાર માહિતી શાંંતિ વાંચી લેજો.

        Reply
    2. મેં ગયા જુલાઈ 2022માં એક ફોર્મ સબમિટ કર્યું હતું જે ઑક્ટોબર 2022ના રોજ મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં, ચુકવણી જમા થઈ નથી.

      કૃપા કરીને મારી ચિંતા પર ધ્યાન આપો અને શક્ય તેટલી વહેલી તકે મને જવાબ આપો.

      આભાર

      Reply
      • આપશ્રી દ્વારા જે ઓનલાઈન અરજી કરેલ હતી, તેમાં સ્ટેટસ શું બતાવે છે? અને જો તમે સ્ટેટસ ચેક નથી કર્યું તો અમારી વેબસાઈટના કુંવરબાઈનું મામેરું આર્ટિક્લ પરથી માહિતી મેળવીને ચેક કરી શકો છો. તેમ છતાં તાત્કાલિક માહિતી જોઈતી હોય તો આપશ્રી જિલ્લા બહુમાળી ભવન (કલેકટરશ્રીની કચેરીઓ) ખાતે જિલ્લા સમાજ કલ્યાણની કચેરી ખાતે રૂબરૂ તપાસ કરી શકો છો.

        Reply

    Leave a Comment

    close button