સંકટ મોચન યોજના 2023 । Sankat Mochan Yojana 2023
OnePlus Nord CE4 Lite 5G

🔥 OnePlus Nord CE4 Lite 5G – Best Price Now!

🚀 Shop Now & Save!

સંકટ મોચન યોજના 2023 । Sankat Mochan Yojana 2023

OnePlus Bullets Wireless Z3

OnePlus Bullets Wireless Z3 Neckband

  • 🔊 12.4mm Dynamic Drivers
  • 🎧 3D Spatial Audio
  • ⚡ 10 min Charge = 27 hrs Playback
  • 🗣️ AI Call Noise Cancellation
  • 🎚️ 4 EQ Presets + Dynamic Bass
  • 📶 Bluetooth 5.4
Buy Now on Amazon

Short Briefing: રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના । સંકટમોચન યોજના 2023 । Sankat Mochan Yojana form pdf । Gujarat Government yojana list 2023 । સંકટ મોચન, રાષ્ટ્રીય કુટુંબ યોજના ફોર્મ pdf | Sankat Mochan Yojana Application Form | Sankat Mochan Sahay Yojana Form Gujarat | નિયામક, સમાજ સુરક્ષા ગુજરાત સરકાર સંકટમોચન યોજના ફોર્મ pdf | રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના ફોર્મ | Rashtriya Kutumb Sahay Yojana Gujarat

ગુજરાત સરકાર નાગરિકોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. વિવિધ સરકારી વિભાગો દ્વારા અઢળક કલ્યાણકારી સરકારી યોજનાઓ બનાવેલ છે. જેમાં નિયામક સમાજ સુરક્ષા દ્વારા પણ યોજનાઓ બનાવેલ છે. જેમકે દિવ્યાંગ લગ્ન સહાય યોજના, પાલક માતા-પિતા યોજના, સંતસુરદાસ યોજના વગેરે બનાવેલ છે. ચાલો મિત્રો આજે આપણે સંકટ મોચન યોજના 2023 વિશે વિગતવાર માહિતી મેળવીશું.

Sankat Mochan Yojana 2023

નિયામક સમાજ સુરક્ષા ખાતા દ્વારા આ યોજના બનાવેલ છે. આ યોજના હેઠળ ઘરમાંં કમાવનાર મુખ્ય વ્યક્તિ ગુજરી જાય ત્યારે આ સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ DBT દ્વારા સીધી સહાય ચૂકવવામાં આવે છે. Sankat Mochan Yojana 2023 અરજી કેવી રીતે કરી શકાય તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Highlight Point of Sankat Mochan Yojana 2023

યોજનાનું નામસંકટ મોચન યોજના । Sankat Mochan Yojana
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો હેતુ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે એમના ઘરના સભ્યોને આર્થિક મદદ માટે આ યોજના ચલાવવામાં આવે છે.
લાભાર્થીગુજરાત રાજ્ય પાત્રતા ધરાવતા અરજદારો
મળવાપાત્ર સહાયઆ યોજના હેઠળ એક વાર રૂપિયા 20,000/- ની સહાય આપવામાં આવે છે.
અધિકૃત વેબસાઈટhttps://sje.gujarat.gov.in/
ઓનલાઈન અરજી માટે વેબસાઈટhttps://www.digitalgujarat.gov.in/
અરજી કેવી રીતે કરવી?Online (જેમના SSO Login બનાવેલ છે, તેવા કર્મચારીઓ)
અરજી ક્યાં કરવી?લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે VCE પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં સમાજ સુરક્ષાના ઓપરેટર પાસે જઈને અરજી કરી શકાશે.
Sankat Mochan Yojana Form PDFDownload Application Form

Read More: Tar Fencing Yojana 2023 | પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ યોજના શું છે? 

સંકટમોચન યોજનાનો હેતુ

ગુજરાત સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકોની મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ગરીબી રેખા હેઠળ (BPL) જીવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ કુદરતી કે અકસ્માતમાં મૃત્યું થાય અને આ અચાનક આવી પડેલી આફત/મુશ્કેલીવાળી પરિસ્થિતિમાં કુટુંબમાં આર્થિક સહાય આપીને મદદરૂપ થવાના હેતુસર સંકટ મોચન યોજના કે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના National Family Benefit Scheme (NFBS) ના નામે પણ ઓળખાય છે.

સંકટમોચન યોજનાની પાત્રતા

1. BPL (ગરીબી રેખા) હેઠળ 0 થી 20 નો સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ (પુરુષ કે સ્ત્રી) નું કુદરતી રીતે કે અકસ્માતમાં મૃત્યુ થાય તો તેવા કુટુંબને સંકટ મોચન યોજનાનો લાભ મળવાપાત્ર થાય.

2. મૃત્યુ પામનાર સ્ત્રી કે પુરૂષની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ.

3. સંકટ મોચન યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ અવસાન થયાના 2 વર્ષમાં અરજી કરવાની રહેશે.

સંકટ મોચન યોજનામાં સહાયની રકમ

સંકટ મોચન યોજના એટલે કે Rashtriya Kutumb Sahay Yojana Gujarat યોજના હેઠળ મુખ્ય કમાનારનું મૃત્યુ થતા કુટુંબને એક જ વખત રૂપિયા 20,000/- ની સહાય DBT (ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા સહાય ચૂકવવામાં આવે છે.

Read More: LIC Jeevan Anand Plan : 1400 રૂપિયા જમા કરાવવા પર તમને મળશે 25 લાખ

સંકટ મોચન યોજનાની અરજી ક્યાં કરવી | How to Online Apply Sankat Mochan Yojana

ગુજરાત સરકારની યોજનાઓ માટે અરજી ક્યાં અને કેવી રીતે કરવી તે નક્કી થયેલ છે. તે રીતે How to Apply for Sankat Mochan Yojana કરવી તે પણ નક્કી થયેલ છે. આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની હોય છે.

ગુજરાત સરકાર દ્વારા Sankat Mochan Yojana Online કરવા માટે ગ્રામપંચાયત ખાતે Digital Gujarat Portal Website પરથી ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.

ગ્રામપંચાયત ખાતે VCE  પાસેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat login) પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. સંકટ મોચન યોજના હેઠળ લાભ લેવા માટે જે-તે ગ્રામ પંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી ડીજીટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) ઓનલાઈન અરજી કરવાની રહેશે.

તાલુકા મામલતદાર કચેરી ખાતે “સમાજ સુરક્ષા કચેરીના કોમ્પ્યુટર ઓપરેટર” પાસે Digital Gujarat Portal પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

sankat mochan yojana form gujarat pdf | ગુજરાત સરકારની યોજનાઓ pdf | સંકટ મોચન યોજના ફોર્મ । Sankat Mochan Yojana Online Apply
Source : Digital Gujarat Portal Official Yojana Website https://www.digitalgujarat.gov.in/

સંકટ મોચન યોજનાની અરજી મંજૂર કરવાની સત્તા કોને છે?

સંકટ મોચન યોજના અંતર્ગત અરજદારની અરજી મળ્યા બાદ જરૂરી ચકાસણી કર્યા બાદ મંજુર/નામંજુર કરવાની સત્તા જે તે વિસ્તારના મામલતદારશ્રી

પાસે છે.

Read More: PM Kisan Beneficiary Status । તમારા મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર દ્વારા સ્ટેટસ તપાસો.

સંકટ મોચન યોજના માટેના ડોક્યુમેન્ટ

રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળની રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ નોંધાયેલા (બી.પી.એલ.) લાભાર્થી લાભ મળે છે. જેમની ઉંમર 18 વર્ષથી વધુ હોય અને 60 વર્ષથી ઓછી હોય તેવા મુખ્ય કમાનાર સ્ત્રી/પુરુષનું અવસાન થાય તો આ યોજનાની સહાય મળવાપાત્ર થાય છે. સંકટ મોચન યોજના યોજનાનો લાભ લેવા માટે Required Document for Gujarat Sankat Mochan Yojana 2021 નીચે મુજબ આપેલા છે.

1. મુખ્ય કમાનાર (સ્ત્રી/પુરુષ) મરણ દાખલો

2. અરજદારનું (સ્ત્રી/પુરુષ)નું આધારકાર્ડ

3. રહેઠાણ સંબંધિત કોઈપણ એક પુરાવો (ચૂંટણીકાર્ડ/રેશનકાર્ડ વગેરે)

4. લાભાર્થીની બેંક એકાઉન્ટની પાસબુક

5. અરજદાર BPL લાભાર્થી હોવા અંગેનો દાખલો

6. કુંટુબના મુખ્ય કમાનાર વ્યકિતનો જન્મનો દાખલો/ઉંમર અંગેનો દાખલો

Read More: Purna Yojana | મહિલા અને બાળકોની તંદુરસ્તી માટે સરકારનુ પોષણ અભિયાન

સંકટ મોચન યોજના બાબતે વિશેષ નોંધ

  • BPL સ્કોર માટેનું પ્રમાણપત્ર જે લાભાર્થીઓ ગ્રામીણ ક્ષેત્રના લાભાર્થીઓ માટે કેન્‍દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયની માર્ગદર્શક અનુસાર સરકાર દ્વારા સામાજિક અને આર્થિક સર્વેક્ષણના આધારે તૈયાર કરવામાં આવેલ BPL (ગરીબી રેખા નીચેની યાદી)માં સમાવેશ થતાં લાભાર્થીઓ અને શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે કેન્‍દ્ર સરકારના અર્બન હાઉસિંગ એન્‍ડ પોવર્ટી એલિવીએશન મંત્રાલય તૈયાર કરેલ યાદીમાં સમાવેશ લાભાર્થીઓ
  • જે તે વિસ્તારના મામલતદારશ્રી દ્વારા સંકટ મોચન યોજના (રાષ્ટ્રીય કુટુંબ સહાય) ની અરજી નામંજુર આદેશ કરવામાં આવે તો તેની સામે 60 દિવસમાં તો સંબધિત પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરી શકાશે.
  • સંકટ મોચન યોજના અંતર્ગત કુદરતી કે અકસ્માતે મૃત્યુ પામનાર કુટુંબને માત્ર એકવાર રૂપિયા. 20000/- (વીસ હજાર)ની સહાય મળવાપાત્ર થાય છે.

સંકટ મોચન યોજના ફોર્મ

આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાત સરકારશ્રી દ્વારા નિયત નમૂનામાંં અરજી ફોર્મ તૈયાર કરેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ફોર્મનો ઉપયોગ કરી શકાય છે.

FAQ’s Sankat Mochan Yojana

સંકટ મોચન યોજના ક્યાં વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

ગુજરાત રાજ્યના નિયામક સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.

Sankat Mochan Yojana માં કેટલી સહાય મળે?

લાભાર્થીઓને એક વાર રૂ. 20,000/- ની સહાય  આ યોજના હેઠળ મળે.

સંકટ મોચન યોજનાનો લાભ લેવા અરજી કેવી રીતે કરવાની હોય છે?

લાભાર્થીઓએ પોતાના ગ્રામના VCE પાસેથી તથા તાલુકા મામલતદાર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી ઓનલાઇન અરજી કરવાની હોય છે.

આ યોજનાનો લાભ કોને મળે?

કુટુંબમાં મૃત્યુ પામનાર સ્ત્રી કે પુરુષની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોવી જોઈએ તથા BPL હેઠળ 0 થી 20 નો સ્કોર ધરાવતા કુટુંબવાળા મળવાપાત્ર થશે.

Disclosure: As an Amazon Associate I earn from qualifying purchases.